ઉત્પાદો

અમે કાચા હીરાના ઉત્પાદોની વિશાળ શ્રેણી તૈયાર કરીને વેચાણ માટે આપીએ છીએ જેનું વર્ગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે; અજોડ અપવાદમય અને ખાસ પથ્થરોની શ્રેણીથી શરૂ કરીને વૈભવી છૂટક વેચાણ માટે ઊંચી-ગુણવત્તાના ઉત્પાદો, પ્રચલિત છૂટક વેચાણ માટે નિર્ધારિત મધ્યમ-બજારૂ ઉત્પાદો અને ફેશન છૂટક વેચાણ તથા ઔદ્યોગિક વપરાશો માટે ઉતરતી ગુણવત્તાના ઉત્પાદો.

 

અમારું ઉત્પાદ મિશ્રણ નિષ્ણાત અને સૌથી સામાન્ય એમ બંને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે અને અમે ખાતરી કરીએ છીએ કે અમારા કાચા હીરાના ઉત્પાદોનો રંગ, ગુણવત્તા, કદ અને મોડેલ પ્રોફાઇલ અમારા ગ્રાહકોની પોલિશ કરેલી પરિણામ જરૂરિયાતોને ઘનિષ્ઠપણે મળતી આવે, જેથી કાચા હીરાની પ્રોફાઇલો રચનાત્મક ડિઝાઇનના માગ વલણ સાથે એકરૂપ થવાનું વિકસિત થાય.

 

ડી બીયર્સની પોતાની માલિકીની ટેકનોલોજી અને ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને, અમારા ઉત્પાદોનું ઉત્પાદન સુસંગત ઔદ્યોગિક આગેવાન ધોરણો પ્રમાણે થતું હોવાની ખાતરી કરવા અમે બહુ ઊંચી પ્રક્રિયાઓ હાથ ધરીએ છીએ.

 

અમારા ઉત્પાદોની વરણી, પસંદ પ્રક્રિયા નીચેની શ્રેણીઓમાં કરવામાં આવે છે જે અમારા ગ્રાહકોની ઉત્પાદોની ઉપયોગિતાને પ્રતિબિંબિત કરે છે.

અપવાદમય અને ખાસ

વિશાળ કદના (+5 કેરેટ અને ઉપરના) કે વિલક્ષણ રંગોના ઉત્પાદો. બહુ ઊંચી સામગ્રી જે લાક્ષણિક રીતે અત્યંત વૈભવી ક્ષેત્ર માટે નિર્ધારિત હોય છે.

Exceptional and special diamonds

પ્રીમિયમ

IF (આઇએફ) થી શરૂ કરીને VS (વીએસ) ગુણવત્તાના અને D (ડી) થી શરૂ કરીને J (જે) રંગના ઉત્પાદો. ઉચ્ચ કક્ષાની સામગ્રી જે લાક્ષણિક રીતે વૈભવી ક્ષેત્ર માટે નિર્ધારિત હોય છે.

Premium diamonds

પ્રોગ્રામ

VS (વીએસ) થી શરૂ કરીને I (આઇ) ગુણવત્તા બધા રંગોમાં. મધ્યમ-શ્રેણીની સામગ્રી લાક્ષણિક રીતે બ્રાન્ડવાળા ઘરેણાં અને ચેઇન કે સ્વતંત્ર છૂટક વેચાણ માટે નિર્ધારિત હોય છે.

VS to I quality diamonds

સ્ટાન્ડર્ડ અને કારગર

SI થી I ગુણવત્તા બધા રંગોમાં. બહુવિધ પ્રક્રિયાઓ કરવાની જરૂર પડતી હોય તેવા ઉત્પાદો જે લાક્ષણિક રીતે ફેશન અને “વિપુલ બજાર” માં છૂટક વેચાણ માટે નિર્ધારિત હોય છે.

Standard and workable diamonds

ઔદ્યોગિક

VS (વીએસ) થી I (આઇ) ગુણવત્તા તમામ રંગોમાં જે ઔદ્યોગિક ઉપયોગો માટે નિર્ધારિત હોય છે.

Industrial diamonds