વારંવાર પૂછાતા પ્રશ્નો

 શા માટે De Beers પોતાના ઉત્પાદો ઓનલાઇન ઑક્શન્સ મારફતે વેચે છે?

 હું ઉત્પાદો માટે બોલી લગાવવા કેવી રીતે નોંધણી કરાવું?

 ઓનલાઇન ઑક્શન્સ પરંપરાગત ટેન્ડર પદ્ધતિથી જુદું કેવી રીતે હોય છે?

શું નોંધણી કરાવવામાં કોઇ ફી કે સહભાગી થવામાં કોઇ સબસ્ક્રિપ્શન હોય છે?

ઑક્શનમાં સહભાગી થવાને કોણ પાત્ર હોય છે?

હું કેવી રીતે જાણીશ કે ઑક્શન ક્યારે નિર્ધારિત થયું છે?

કયા ઉત્પાદોનું ઑક્શન કરવામાં આવશે?

હું કેવી રીતે જાણી શકું કે ઑક્શનમાં કયા ઉત્પાદો આવશે?

એકવાર હું ઑક્શનમાં ઉત્પાદો જીતી લઉ એટલે, શું ઉત્પાદો માટે કિંમત ઉપરાંત કોઇ વધારાના દરો ચૂકવવાના રહે છે?

હું કેવી રીતે જાણું કે De Beers Auction Sales ઑક્શનમાં ચાલાકી કરતું નથી?

શું તમે મને ડેમોન્સ્ટ્રેશન આપશો અને બતાવશો કે મારે સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો?

શું મારા કોમ્પ્યુટર મારે ચોક્કસ સોફ્ટવેર રાખવાની જરૂર છે?

સમયમાં તફાવતો વિશે કેવું, શું મારે બોલી લગાવવા મધરાતે જાગવું પડશે?

બોલી કેટલો સમય ચાલશે?

બોલી શરૂ થાય તે પહેલાં, શું ઉત્પાદો જોવા મળશે?

 

 

શા માટે De Beers પોતાના ઉત્પાદો ઓનલાઇન ઑક્શન્સ મારફતે વેચે છે?

De Beers Auction Sales ઘણાં ઉત્પાદો માટેની માગ ગ્રાહકોના વધારે પડતા સબસ્ક્રિપ્શન સુધી પહોંચી ગઇ છે જે હયાત સીધા વેચાણ અભિગમોને અશક્ય અને અયોગ્ય બનાવે છે.

આગળ વધવામાં આપણી ધંધાકીય વ્યૂહરચના બજારમાં શક્ય એટલા પ્રતિષ્ઠિત ગ્રાહકોને અને શક્ય એટલું અવારનવાર કાચા હીરાની વિશાળ વિવિધતા ઉપલબ્ધ કરાવવાની છે.

De Beers Auction Sales નિયમિત ધોરણે ઉત્પાદોનું ઑક્શન કરશે અને કાચા હીરાના ઉત્પાદો માટે રસ દેખાડનાર નોંધાયેલા કોઇપણ ગ્રાહક પાસે આ ઉત્પાદો માટે બોલી લગાવવાની તક રહેશે.

 

 

હું ઉત્પાદો માટે બોલી લગાવવા કેવી રીતે નોંધણી કરાવું?

De Beers Auction Sales’ ઇવેન્ટ્સમાં સહભાગી થવા, તમારે ગ્રાહક તરીકે લાયક ઠરવાના હેતુસર તમારો રસ ઓનલાઇન દેખાડવો જરૂરી બને છે. વેબસાઇટ www.debeersauctionsales.com, નાં “નોંધણી કરાવો” વિભાગમાં, તમારે ઓનલાઇન ફોર્મમાં પૂરી કંપનીની અને માલિકીની વિગતો પૂરી પાડવી જરૂરી બને છે.

સફળ નોંધણી થયા પછી, De Beers Auction Sales પ્રતિનિધિ સંપર્કમાં રહેશે અને તમારા માટે ઓનલાઇન ઑક્શન્સમાં ઉત્પાદો જોવાની અને સહભાગી થવાની શરૂઆત કરવાની ગોઠવણ કરશે. તમને ત્યાર પછી અજોડ યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે જેથી તમે બિડિંગ પોર્ટલમાં પ્રવેશી શકો.

જ્યારે ઉત્પાદો માટે તમારી માગને સંતોષતા ઑક્શનનું આયોજન કરવામાં આવે એટલે, તમને પછી ઑક્શનમાં ભાગ લેવા નિમંત્રણ આપતો ઇમેલ મોકલવામાં આવશે.

વધુ કોઇ સ્પષ્ટીકરણ માટે, કૃપા કરી તમને સૌથી અનુકૂળ કોઇ De Beers Auction Sales ઓફિસનો સંપર્ક કરો.

 

ઓનલાઇન ઑક્શન્સ પરંપરાગત ટેન્ડર પદ્ધતિથી જુદું કેવી રીતે હોય છે?

ઓનલાઇન ઑક્શન્સ પરંપરાગત ટેન્ડર પદ્ધતિથી નીચે જણાવ્યા પ્રમાણે જુદું હોય છેઃ

De Beers Auction Sales ઇવેન્ટ્સ વૈશ્વિક સ્તરે યોજાય છે અને દુનિયાના કોઇપણ ભાગેથી સહભાગીઓ પોતાની જરૂરિયાતને સંબંધિત ઑક્શન્સમાં બોલી લગાવી શકે છે અને ઉત્પાદોને બહુવિધ સ્થળોએથી જોઇ શકાય. તે બહુ પારદર્શક પદ્ધતિ છે કારણ કે અમે લાગુ કરીએ છીએ તેવી ઘણી ઑક્શન ડિઝાઇનો વડે આગેવાન બોલીઓ સીલબંધ કરાતી નથી અને ઑક્શન સમયે તમામ સહભાગીઓ તેને જોઇ શકે છે. ગોપનીયતા રાખવામાં આવે છે અને ઓળખ તમામ સમયે સંરક્ષિત કરવામાં આવે છે. ઓનલાઇન ઑક્શન્સ વડે, ગ્રાહક પાસે ઉત્પાદો પર બહુવિધ ઓફરો આપવાની અને પોતાની ઇચ્છા જેટલી ઊંચી બોલી લગાવવાની તક રહે છે. ગ્રાહક બોલી લગાવવાનું ચાલુ રાખવા તૈયાર હોય ત્યારે જૂજ ડોલરથી પાર્સલ ગુમાવશે નહીં. ગ્રાહકો ઉત્પાદો પર અપેક્ષિત ટોચની કિંમત તાત્કાલિક મૂકવાથી વિપરિત બોલી લગાવતી વખતે રૂઢિચુસ્ત રીતે શરૂઆત કરી શકે છે. ક્યારેક, De Beers Auction Sales ઇવેન્ટ્સ ગ્રાહકોને તેઓ ચૂકવવા તૈયાર હોય તેવી સૌથી ઊંચી કિંમત કરતા ઓછી કિંમતે ઉત્પાદ ખરીદવામાં સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે, બોલી લગાવનાર ૧૦૦ નાં બજેટ સાથે De Beers Auction Sales નાં ઇવેન્ટમાં પ્રવેશી શકે અને જો અન્ય સહભાગીઓ પાસેથી વધારે ઊંચી કિંમતની કોઇ બોલી ના હોય તો તેઓ ૯૫ માં પાર્સલ ખરીદી શકે.

 

શું નોંધણી કરાવવામાં કોઇ ફી કે સહભાગી થવામાં કોઇ સબસ્ક્રિપ્શન હોય છે?

De Beers ઑક્શન્સમાં સહભાગી થવા કોઇ નોંધણી કે સબસ્ક્રિપ્શન ફી નથી.

 

ઑક્શનમાં સહભાગી થવાને કોણ પાત્ર હોય છે?

De Beers ગ્રુપની કંપનીઓના શ્રેષ્ઠ વ્યવહાર સિદ્ધાંતો અને ચોક્કસ અપવાદોને આધિન, નોંધાયેલા તમામ ગ્રાહકો ઑક્શન્સમાં સહભાગી થવાને પાત્ર હોય છે. તમે નોંધણી કરાવીને રસ દેખાડ્યો હોય તેવા ઉત્પાદો માટે કોઇ ઑક્શન ઇવેન્ટમાં તમને નિમંત્રણ મોકલવામાં આવશે.

 

હું કેવી રીતે જાણીશ કે ઑક્શન ક્યારે નિર્ધારિત થયું છે?

નોંધાયેલા ગ્રાહકોને એ જણાવતું ઇમેલ નિમંત્રણ મળશે કે ચોક્કસ ઑક્શન નિર્ધારિત કરવામાં આવ્યું છે. નિમંત્રણ ગ્રાહકે નોંધણી વખતે રજૂ કરેલા ઇમેલ સરનામે મોકલવામાં આવશે.

કયા ઉત્પાદોનું ઑક્શન કરવામાં આવશે?

De Beers Auction Sales ઉપલબ્ધતા અને માગ આધારિત, વર્ષના જુદા જુદા સમયે વિવિધ ઉત્પાદોનું ઑક્શન કરશે.

 

હું કેવી રીતે જાણી શકું કે ઑક્શનમાં કયા ઉત્પાદો આવશે?

ઑક્શન માટે નિર્ધારિત ઉત્પાદોમાં રસ દેખાડનાર નોંધાયેલા તમામ ગ્રાહકોને ઇમેલથી નિમંત્રણો મોકલવામાં આવશે.

De Beers Auction Sales વેબસાઇટ ઑક્શન માટે નિર્ધારિત તમામ ઉત્પાદોની જાણ પણ વહેતી કરશે, તેથી ગ્રાહકોને નિયમિત સમયે વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

 

એકવાર હું ઑક્શનમાં ઉત્પાદો જીતી લઉ એટલે, શું ઉત્પાદો માટે કિંમત ઉપરાંત કોઇ વધારાના દરો ચૂકવવાના રહે છે?

ઑક્શનમાં જીતેલા ઉત્પાદો પર લગાવવામાં આવી શકે તેવો વધારાના એકમાત્ર દરોમાં શિપિંગ અને ઇન્સ્યોરન્સ દરો તેમજ કોઇ કરો, ડ્યુટી કે ચૂકવવાના રહેતા અન્ય દરો સામેલ હોઇ શકે. આ સામાન્ય રીતે સંબંધિત પાર્સલ માટે ઑક્શનની શરતો અને નિયમોમાં જણાવવામાં આવશે અને સહભાગીઓને તે અંગેની જાણ બોલી શરૂ થાય તે પહેલાં ઇવેન્ટના સમયે કરવામાં આવશે.

 

હું કેવી રીતે જાણું કે De Beers Auction Sales ઑક્શનમાં ચાલાકી કરતું નથી?

Curtis Fitch, એક આગેવાન વાટાઘાટો કરતી સોફ્ટવેર કંપની, De Beers Auction Sales તમામ પ્રસંગોનો સ્વતંત્રપણે વહીવટ અને સંચાલન કરીને એ ખાતરી કરાવે છે કે અમારું તમામ વેચાણ પૂરેપૂરી ઓડિટ ટ્રેઇલ અને સબળ સંચાલન વડે સુરક્ષિત, માહિતીપ્રદ અને ગ્રાહકલક્ષી વાતાવરણમાં થાય.

De Beers Auction Sales અને De Beers વિશાળ સમુહ પાસે કોઇપણ સંજોગોમાં ઇ-ઑક્શનિંગ મારફતે વેચાણ માટે ઉપલબ્ધ કરાયેલા કોઇ પાર્સલો સુધી બોલી લગાવવાની પહોંચ હશે નહીં.

 

શું તમે મને ડેમોન્સ્ટ્રેશન આપશો અને બતાવશો કે મારે સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો?

હા, સંપૂર્ણપણે. આ સિસ્ટમ ગુંચવાડાભરી નથી. સહભાગીઓને સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું ડેમોન્સ્ટ્રેશન અને તાલીમ આપવામાં આવશે. તેઓ સંદર્ભ માર્ગદર્શિકા તરીકે વાપરવા તાલીમ માહિતી પુસ્તકથી પણ સજ્જ રહેશે. તાલીમ વીડિયો વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. સહભાગીઓ જો જરૂર પડે તો વધુ મદદ અને સહાયતા માટે પોતાના એકાઉન્ટ મેનેજરોનો સંપર્ક કરી શકે.

 

શું મારા કોમ્પ્યુટર મારે ચોક્કસ સોફ્ટવેર રાખવાની જરૂર છે?

તમારા કોમ્પ્યુટર પર કોઇ ખાસ સોફ્ટવેરની જરૂર પડતી નથી. બિડિંગ પોર્ટલ પર પહોંચ વેબસાઇટ www.DeBeersAuctionSales.com પર વેબ લિંક મારફતે પૂરી પાડવામાં આવે છે.

જ્યાં સુધી તમે નોંધણી પ્રક્રિયા પૂરી કરી હોય ત્યાં સુધી તમે અજોડ યુઝરનેમ અને પાસવર્ડ મેળવશો જે તમને સિસ્ટમમાં પ્રવેશવાની છૂટ આપશે.

 

સમયમાં તફાવતો વિશે કેવું, શું મારે બોલી લગાવવા મધરાતે જાગવું પડશે?

De Beers Auction Sales દરેક ઇવેન્ટ માટે નોંધાયેલા સંબંધિત સહભાગીઓનો ટાઇમ-ઝોન સમાવવા ઉપલબ્ધ સૌથી અનુકૂળ સમયે ઑક્શન યોજવાનો હેતુ ધરાવે છે.

 

બોલી કેટલો સમય ચાલશે?

દરેક ઑક્શન માટે બોલી લગાવવાનો સમય બદલાતો રહેશે અને સહભાગીઓને મોકલાતા ઑક્શન નિમંત્રણોમાં આની જાણ કરવામાં આવશે.

 

બોલી શરૂ થાય તે પહેલાં, શું ઉત્પાદો જોવા મળશે?

દરેક ઇવેન્ટ પહેલાં, ઉત્પાદ જોવાનું સમયપત્રક વહેંચવામાં આવશે અને તે વેબસાઇટ www.DeBeersAuctionSales.com પર પ્રકાશિત થઇને નોંધાયેલા તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.